Gujarati Quote in Blog by Hiren Rughani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આણંદ કરમાણદાના દુહા*

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક લાખો દેતા ન મળે,એક તાંબિયાને તેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક બોલે તે મીઠું લાગે,એક કડવું ઝેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક ગામ ઉજડ કરે,ને એક વસાવે શહેર.

આણંદ કહે કરમાણદા,મોટામાં જાવું થોડું.
કામ કરાવે ઠુસ કઢાવે,કાં તો કહેશે ઓડું.

આણંદ કહે કરમાણદા,ગુણ કર્યો કાં જાય.
સાવજ પડ્યો અજાડીએ, કાઢે તેને ખાય.

આણંદ કહે કરમાણદા,મૂંગે મોઢે રહેવું.
કાં તો કહેવું સાચે-સાચું,કાં નામ લઈને કહેવું.

આણંદ કહે કરમાણદા,જોઈને પગલું ભરવું.
નહીં તો મૂડી ખોઈ ગાંઠની,મોત વિના મરવું.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે રાળા.
એક એક સારું મરી પડે,એક ભરાવે ઉચાળા.

આણંદ કહે કરમાણદા,ચીજે ચીજે ફેર.
એક લાખે શેર મળે,એક ટકાની ત્રણ શેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક આપે સદાવત,એક માંગે ઘેર ઘેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક લઈને પાછા આપે,એક કરાવે ઝેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર
એક કરાવે સમાધાન,એક કરાવે વેર

આણંદ કહે કરમાણદા,શેર ને માથે સવાશેર.
રાવણ લાવ્યો સીતાને,તો રામે માર્યો ઠેર.

આણંદ કહે કરમાણદા,માણસે માણસે ફેર.
એક લીલા લેર કરાવે,એક મરાવે ઠેર.

Gujarati Blog by Hiren Rughani : 111520858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now