Gujarati Quote in Poem by Keyur Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક રાજા હતો એક રાણી હતી
બંનેને એક બીમારી હતી છતાં
પ્રેમની એક સવારી હતી
પ્રીત તેમની નિરાળી હતી
એક રાજા હતો એક રાણી હતી

જિંદગી જીવવાની આકાંક્ષાઓ હતી
જિંદગીની ઘણી બધી ઈચ્છાઓ હતી
સપનાઓ ને પામવાની મહેચ્છાઓ હતી
એક રાજા હતો એક રાણી હતી

ખબર હતી જિંદગી ગમે ત્યારે દગો આપી દેશે
પણ જિંદગી સાથે લડવાની તૈયારી હતી
સપનાઓ જલ્દી પુરા કરવાની ઉતાવળ હતી
એક રાજા હતો એક રાણી હતી

અચાનક જ રાજા ની અંતિમ ઘડી નજીક આવી હતી
રાણીની આંખો અશ્રુઓથી ભરાયેલી હતી
સપના પૂરા ના થવાની નિરાશા છવાયેલી હતી
એક અજબ પ્રેમ ની આ દુઃખદ કહાની હતી
એક રાજા હતો એક રાણી હતી.

#dilbechara #sushantsinghrajput

Gujarati Poem by Keyur Shah : 111520703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now