એક પથ્થરને તરાસીને કુટુંબનું એક મંદિર બનાવાય છે ધીરે ધીરે સમયનું તુફાન આવતા જ બધુ ધસી જાય છે ક્યારેક ધરાશાયી પણ બની જાય છે.
છોકરીઓ મોટી થઈ જાય છે,પરણી જાય છે પોતાની દુનિયા વસાવી લે છે. છોકરાઓ મોટા થાય છે, પરણીને પોતાની ઓફિસોમાં ખોવાય જતા હોય છે,
અંતે માતા પિતા રહે છે.
ઝાડ પર સુકા પડી ગયેલા પાંદડાઓની માફક નીચે પડી જવાની રાહ જોતા જિંદગી કાપે છે જેની જિંદગીમાં શાયદ મૃત્યુને પણ ફુરસદ નથી હોતી.