●વહી જતા જીવન માટે "વોર્નિગ"!●
"""""""""""""""""""""""""""""""
ઇશ્વરે બનાવેલી દુનિયાના અમુક વૈશ્વિક સત્યમા જીવન અને મૃત્યુ મુકી શકાય!
*જે જન્મે તે મરે જ!*
લોકો,અમર જ છે.કદી મરવાના જ નથી ઍ વહેમ સાથે જીવે ઍ અલગ વાત છે.
જન્મ, ઉત્સવ
અને
મરણ મહાઉત્સવ થઈ રહે એવી મૌલિક સોચ,સમજ
ચન્દ્રકાન્ત બક્ષીઍ મસ્ત આપી. .
"ઈશ્વર બહુ મોટો કમ્યુનીસ્ટ છે!
દરેકને ૨૪ કલાક આપે.
વર્ષનું બાળક હોય
કે
કરોડપતિ બુઢ્ઢો.
જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો."
કેટલાક ચોવીસમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે.
સફળતા અને સમૃધ્ધિને સંતોષ માને.
વનપ્રવેશે એકાએક ભાન આવે કે,
બાળપણ,
કુમારાવસ્થા,
જવાની
બધું જ ખોવાઈ ગયું!
ઈશ્વરે દરેકને બધું જ આપેલુ. .
બાળપણ આપ્યા વિના કોઈને જવાની મળી નથી. જવાની વેડફી આપણે સફળતાની પાંખો પર બેસી બુઢાપા તરફ ઉડી જઈએ!
સફેદ વાળ પછી ડાઇ!
ડાયાબીટીશ પછીનો "મોર્નિંગ વૉક!!"
સમયને પાછો મેળવવાના ધમપછાડા,
બાલીશ ચેષ્ટાઓ, હાસ્યાસ્પદ,દયાજનક કોશિષૉ.
"બુઢ્ઢા હઠ" વીતી ગયેલા સમયને પાછો મેળવવાની, વાહિયાત વાત,વાન્ઝિયા પ્રયત્ન..
अब पछताए क्या होवत हे;
जब चिडिया चुग गई खेत!?
મારી માનો તૉ,
*સફળતાના પ્રેમમાં જીવન, જીવવાના ભોગે પડવા જેવું નથી.*
*વિષકન્યા છે.*
*એને પામવામાં આખો માણસ અંદરથી ખવાઈ જાય.*
*બહારથી ખોવાઈ જાય.*
શુ સફળતા?
કેવી સફળતા?
કોના માટે સફળતા?
અહિ વિશ્વ વિજેતા સિકંદરને પણ કોઇ યાદ કરતુ નથી.
તમારા દાદાના બાપા કે બાપા બાપાનુ ડાચું પણ તમને યાદ નથી.
એમનું અસ્ત્તિત્વ,વ્યક્તિવ કઈ જ તમને ખબર નથી.
ત્યારે "બક્ષીનામા"મા બક્ષીની વાત વાંચી વિચારવા જેવી..
"મારું મન વિપરીત સ્થિતિમાં પણ શાંત રહી શકે.
હું ખડખડાટ હસી શકુ.
ઘસઘસાટ ઊંઘી શકુ.
ભૂખ,થાક,તરસ સહજ લાગે.
મહારોગ કે દેવું ન હોય.
મારાં સ્વજનો સાથે હું મજેથી દાલ-રોટી ખાઈ શકુ.
સાંજે ગમતા મિત્રો સાથે હસીખુશીથી વિતાવી શકુ
તો
થૅંક યૂ, ગૉડ!"
હરીફાય એક એવો ખેલ છે, જેમા ખેલાડી થાકી જાય પણ, ખેલ ખતમ ના થાય!
*તામારી સિધ્ધિ,પ્રાપ્તિ કોઇના સાપેક્ષ છે!*
*ઍ સર્વોચ્ચ નથી.*
સત્ય તમે છો.
તમારુ જીવન છે.
તમારા જીવનનો અભિગમ છે.
માટે તમારા થઈને જીવો.
તમારા માટે જીવો.
*નિજાનદ એજ પરમાનંદ!*
તમે ખાલી ચાર દિવસ માટે ગાયબ થઈ જાવ.
લોકો તમારુ નામ પણ ભુલી જશે.
*દરેક વ્યક્તિ પોતાની જિંદગી ઍ જ ભ્રમમા કાઢી નાખે કે- "He is special.Diffrent."*
બાકી, તમારા જેવા તૉ કઈ કેટલા આવ્યા ને ગયા.
પછી પણ દુનિયા ચાલ્યા કરે.તમારા હોવાથી કે નહિ હોવાથી દુનિયાને કોઇ જ ફર્ક પડતો નથી.
દુનિયા ભૂલે ઍ પહેલા જ દુનિયાને ભુલો.
જાત માટે જીવો!
હુ આ લખુ છુ ત્યારે અનાયાસે જ ગીત વાગે. .
लडकपन खेल मे खोया
जवानी नीन्द भर सोया
बुढापा देख के रोया. .
🌷🌷🌷🌷🌷🌷