નાનપણના એ દિવસો
બાળપણના એ મિત્રો
કેમ કરીને પણ ભુલાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
પિતાનો એ ઠપકો
માતાનો એ વહાલ
કેમ કરીને પણ ભૂલાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
ફૂલ જેવા ચહેરાની એ નિર્દોષતા
શાળા જતી વખતે નું એ મીઠું રુદન
કેમ કરીને પણ ભૂલાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
મિત્રો સાથેની એ મસ્તી
મિત્રો સાથેની એ મીઠી તકરાર
કેમ કરીને પણ ભૂલાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
મિત્રો સાથે રમેલી એ સંતાકુકડી
પહેલો થપ્પો કર્યાની એ મજા
કેમ કરીને પણ ભુલાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં
વીતી ગયેલી ક્ષણો ને આજે યાદ કરતા
આંખના એ આંસુ કદી રોકાય નહીં
લાગે કે આ સમય પાછો જાય નહીં
ચાંદ ને કહો આજે આથમે નહીં.
- કેયુર શાહ