થયું આજ ફરી મારી આવું લટાર,
મારી સંઘરેલી યાદોની દુનિયામાં.
બની જાઉં ફરી મારા પપ્પાની લાડું,
જીવી લઉં ફરી એ લાડકોડની યાદો.
બની જાઉં ફરી મારા મમ્મીની લાડું,
જીવી લઉં ફરી એ મીઠી મીઠી યાદો.
બની જાઉં ફરી મારા ભાઈઓની લાડું,
જીવી લઉં ફરી એ મસ્તીભરી યાદો.
બની જાઉં ફરી મારા બા ની લાડું,
જીવી લઉં ફરી એ જીવનની યાદો.
થયું આજ ફરી મારી આવું લટાર,
મારી સંઘરેલી યાદોની દુનિયામાં.
#સંઘરવું
લી. તમારી લાડલી લાડું તરફથી,
મારા વ્હાલૂડાં બા, મમ્મી-પપ્પા અને બંને ભાઈઓ ને સમર્પિત.