Gujarati Quote in Poem by Dhiren Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રતા નિભાવવામાં મેં કચાશ નથી રાખી
હા પણ
મિત્રોની ભીડ મેં કદી પચાસ નથી રાખી

વેઢે ગણાય એટલા જ નમૂના રાખ્યા છે
હા પણ
એક એક નમૂના મેં નાયાબ રાખ્યા છે

આમ તો એ મારી પાગલોની ફોજ છે
હા પણ
તેમના વગર જીવનમાં ક્યાં મોજ છે

સુખમાં સહભાગી થવાનું ચુકતા નથી
હા પણ
દુઃખમાં સાથ આપવાનું મુકતા નથી

એમણે કરેલી મજાક પણ જક્કાસ લાગે
હા પણ
એ ના ચીડવે તો દિવસ ઉદાસ લાગે

આવા ગાંડાઓ મારી સાથે ભટકાયા છે
હા પણ
તોય મારા શ્વાસ તેમનામાં અટવાયા છે....

Gujarati Poem by Dhiren Gajjar : 111519453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now