આ સમય છે..!
સ્થિર ક્યાંક થવાનો જ આ સમય છે!
એક જગાએ ટકવાનો જ આ સમય છે!
નથી જેની શરૂઆત અને નથી જેનો અંત,
છત્તાંય થંભી જવાનો જ આ સમય છે!
ચાર દિનની ચાંદનીની, જાણ નથી અમને,
તેમા પણ લાભ લેવાનો જ આ સમય છે!
ક્યારેક નથી જીરવાતો, નથી ક્યારેક જીવાતો,
તેમાં પણ ખુશી શોધવાનો જ આ સમય છે!
ઘટના ને અવસર તો લખાયા છે કિસ્મતમાં,
ગ્રહોને દાદ આપવાનો જ આ સમય છે!
આરતી ભાડેશીયા
#લાભ