અષાઢનો આ પહેલો વરસાદ છે ,
આમાં આપણો પણ ક્યાંક લાભ છે...
કુંભારને ડરાવતું ઊંચે ભીનું આભ છે ,
છતાં તેનો પણ આમાં ક્યાંક લાભ છે... અષાઢનો...
લીલાં ફૂલછોડ-ઝાડને ડૂબવાનો ડર છે ,
છતાંય નવજીવનનો તેને આમાં લાભ છે...અષાઢનો...
વરસાદની કાગડોળે જોવાતી રાહ છે ,
વિરહની વેદનામાં પણ ક્યાંક લાભ છે...અષાઢનો...
#લાભ