#ટૂંકમાંकहुછું
કંઈ લાંબુ નથી વાતમાં
જરા ધ્યાનથી, ટૂંકમાં કહું છું.
ભૂગોળ, ગણિત, ભાષા નહિ
કહું વિજ્ઞાનથી, ટૂંકમાં કહું છું.
બે પગે ચાલીને, આગળ
વધુ વિમાનથી, ટૂંકમાં કહું છું.
ઉંબર આવી આંગણ ઠેકું
દેખું દીવાનથી, ટૂંકમાં કહું છું.
પેટ ભરીને શ્વાસ ભરું 'ને
પતું નિર્વાણથી, ટૂંકમાં કહું છું.
©લીના પ્રતીશ