રાખ થાવું છે મને, જો માપનું મારાં કફન હો.
જો મળે કોઈ ઉપાઈ, જાત મારીયે દફન હો.
ના ભલે સાથે જીવન હો, ના ભલે સાથે મરણ હો,
શ્વાસ માંગે સાથ તારો, જો મિલનની એક પલ હો.
રોજ વાટે આંખ થાકે, રોજ દિલમાં આગ લાગે,
રોજ ચાહે આગ લાગે, રોજ ચાહું કે ખતમ હો.
અંધકારે પ્રાણ ત્યાગી, એટલે તો શાંતિ રાખી,
સૂર્યને આંજી શકે એવું જલદ હો, ને કસક હો.
હાથ ના હો પગ ના હો પણ, લાગણી છે જીવતી કે,
દેખું દુનિયા પાંખ પે'રી, છે ગજબ તોયે કસબ હો!
ઊંઘ આવે છે નહીં ને રાત જાગે છે અહીં કે,
અક્ષને છે ફાવતી તુજ સંગની જો એ ખટક હો.