True-Caller થી મારો
નંબર કદાચ તું શોધી શકીશ..
ચા કોફી પીતા વાત કરવા
તો રૂબરૂ આવવું પડશે..
Google Map માં Location
મારું જોઈ શકીશ પણ ખંભે રાખવા હાથ Time કાઢી આવવું પડશે..
Instagram પર સ્ટોરી મારી
રોજ રોજ જોઈ શકીશ લાગણી
જોવા તો મારી સામે જ આવવું પડશે...
What's App પર Emojis
થી હસી કે રડી શકીશ પણ આંસુ
લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે..
Facebook માં ફોટો ને
Like કે comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા
તો પાસે આવવું પડશે..
Zoom પર કલાકો સુધી
Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો તારે
રૂબરૂ જ આવવું પડશે...