હે પ્રભુ,
______
કર્યો છે તે કદી વિચાર એ શીદ ને તુજ ચરણે ધન ચડાવે છે ?,
કરવા એ પાપ તારી ઇજજત માંગે છે.
તુજ ને પથ્થર માં સમાવી ને એ શીશ નમાવે છે,
મંદિર માં છુપાવી એ તારી કેદ માંગે છે.
સળગાવી દીપક જ્યોત ,આંખ બંધ કરી બે હાથ જોડે છે,
છતાં આત્મ દિલ માં એના સંપૂર્ણ અંધકાર વ્યાપે છે.
કરી અગરબત્તી તને એ ધૂપ થી સજાવે છે,
કરી ને રાખ એની ખુદ શીશ પર ચડાવે છે.
કરી ને બંધ આત્મ મંદિર, તને એ ગગન સાગર માં શોધે છે,
ફર્યો એ જગ છતાં તારી એને શંકા જાગે છે.
હસી ને કહે છે તે ' જયવંત ' , બની ને પથ્થર એ માનવ દેહ,
આખર આગ માં સળગી રાખ થવાનો છે.
#ધર્માંધ