Gujarati Quote in Story by Parmar Vanrajsinh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લક્ષ્મીના પગલાં ...*

નાનકડી એવી વાર્તા છે.
સાંજના સમયે ૨૨-૨૩ વરસ નો એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે,
ટિપિકલ ગામડામાનો...
આ નક્કી માર્કેટિંગવાળો હશે,
એવોજ હતો પણ બોલવામાં...
સહેજ ગામડાની બોલી હતી,પણ એકદમ કોન્ફિડન્ટ.
ચપ્પલ દુકાનદાર નું પેહલા તો ધ્યાન પગ આગળ જ જાય,?
એના પગમાં લેધર ના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા...
*દુકાનદાર*:-"શુ મદદ કરું આપને.?"
*છોકરો*:-"મારી માં માટે ચપ્પલ જોઈએ છે,સારા અને ટકાઉ આપજો..."
*દુકાનદાર*:-"એમના પગનું માપ..?"

છોકરાએ વોલેટ બહેર કાઢી,
એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો.એ કાગળ પર પેન થી બે પગલાં દોર્યા હતા...
*દુકાનદાર*:-"અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!"
એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો:-*"'શેનું માપ આપું સાહેબ*..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી.મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટા મા ક્યાય પણ જાતી.
વગર ચપ્પલે લ ઢોર હમાલી
અને મહેનત કરી મને ભણાવ્યો.
હું ભણ્યો અને નોકરીએ લાગ્યો.
આજે પહેલો પગાર મળ્યો. દિવાળી માં ગામડે જાઉં છું.'માં' માટે શુ લઈ જાઉં એ પ્રશ્ન જ આવતો...
મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ."
દુકાનદારે સારી અને ટકવાવાલા ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂ ના છે,
છોકરાએ કીધું ચાલશે...
*દુકાનદાર*:-"ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો? ચપ્પલ મોઘા નહિ પળે?"
*છોકરો*:-"હમણાં તો બાર હજાર છે, રહેવાનું,ખાવાનું પકડીને સાત-આઠ હજાર ખર્ચો થાય.બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ..."
દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો.
મોંઘું શુ?એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નો હતી...
પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર,છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રેહવા નું કહ્યુ..
દુકાનદારે હજી એક બોક્સ છોકરાના હાથમાં આપયુ.અને દુકાનદાર બોલ્યો
'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'.પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય,તો બીજા વાપરવાના.
તારી માં ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની..."
દુકાનદાર અને એ છોકરાના એમ બન્ને ની આંખોમાં પાણી ભરાય ગયા.
દુકાનદાર:-" શુ નામ છે તારી મા નુ?"
છોકરો *લક્ષ્મી* એટલુંજ બોલ્યો.
દુકાનદાર તરતજ બોલ્યો;-"મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને.
અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોઇયે છે મને."
એ છોકરો પેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો.
ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો...
દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાનદાર ની દીકરીએ જોયો અને પૂછ્યું,:-"બાપુજી આ શું છે...?"
દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરી ને બોલ્યો:-" *લક્ષ્મી ના પગલાં* છે બેટા... એક સચ્ચા ભક્તે દોરેલા છે... આનાથી બરકત મળે ધંધામાં.:
દીકરીએ દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!
*લવ યુ ઝીંદગી*

લેખક
અજ્ઞાત...
પણ સુંદર વાર્તા છે

Gujarati Story by Parmar Vanrajsinh : 111517121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now