માનવદેહે જન્મ લઇ
વારસામાં મળ્યો ધર્મ
નાનપણમાં જય જય
કરતાં શીખવ્યું માં બાપે
જાણતા ન હતા જયારે
ધર્મ શું ભગવાન શું છે
પણ શિશુના પ્રેમમાં
ધર્માંધ માતાને જોઈ છે
ચાલતા દોડતા શીખવનાર
પિતૃ હૂંફ અનુભવી છે...
ભાઈ બહેનો દાદા દાદી
નાના નાની, મિત્રો ઘણાં
સગાવહાલા શિક્ષક સૌ
ભૂલી શકું ક્યા કદી...
સમજતો થયો તો શાણપણ
આવ્યું ધર્મ વિષયક થોડું..
મંદિરે જાઉં ફુલ ચઢાવુ
પ્રેમથી શ્રદ્ધાથી પ્રભુ ચરણે
પણ ખરા ભગવાન ઘરમાં મારા
પ્રેમાંધ બની સેવા કરું તેમની..
#ધર્માંધ