વીજળીના ચમકારા થયા
વર્ષાનાં વધામણા થયા
યાદો ના સંભારણા થયા
વા વાયા ને વાદળ ઊમટ્યા
પ્રેમના અંકુર ફૂટ્યા
સ્નેહના મોજા ઉછળ્યા
અંતરના દ્વાર ખુલ્યા
વા વાયા ને વાદળ ઊમટ્યા
વાંસળીના સૂર રેલાયા
સરગમ ના તાર છેડાયા
મલ્હાર ના રાગ ફેલાયા
વા વાયા ને વાદળ ઊમટ્યા
વૃંદાવન ના બાગ સજાયા
ગોપીઓના શ્રુંગાર રચાયા
કૃષ્ણના રાસ રચાયા
વા વાયા ને વાદળ ઊમટ્યા.
- કેયુર શાહ