તું બીવે,રઘવાટ બની જાઉં.
તું લોઢું, હું કાટ બની જાઉં.
તું જે હો તારામય બની રહું
તું રોવે, કચવાટ બની જાઉં.
તારા હસ્યે, મલકાટ બની જાઉં.
તું ઝૂલે ,હું ખાટ બની જાઉં.
તારી સુગંધ પકડાતી નથી!
તું પસરે, હું સપાટ બની જાઉં.
તું ઊકળે, બફાટ બની જાઉં.
તું થથરે, હું ટાઢ બની જાઉં.
તું કહેશે ત્યાં રહી લઈશ,
તું ઘર, હું વસવાટ બની જાઉં.
બેસ નિરાંતે ,હું પાટ બની જાઉં.
તું દોડ, હું વાટ બની જાઉં.
સમય આવ્યે નોખા થઈ જશું.
તું ગાંઠ બન, હું ફાંટ બની જાઉં!
© લીના પ્રતીશ