:તાજા કલામ:
શ્વાસની માળામાં અવસર પ્રોઈએ;
જાતને થોડીક માણી જોઈએ.
આંખ સામે તક ઊભી હો ને બને;
આપણે હાથે કરીને ખોઈએ.
પાંખ હો તો પાંખ ફફડાવી શકો;
આભ મેળવવા અનુભવ જોઈએ.
રાત કે દિનને ફરક પડતો નથી;
સ્વપ્ન પાછળ આપણે બસ રોઈએ.
ડાઘ લાગ્યો છે નગરના ચોક પર;
માત્ર સમજણનાં નયનથી ધોઈએ.
હું ‘પથિક’ સાચી દિશા પામ્યો છું પણ;
માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.
- જૈમિન ઠક્કર "પથિક"