બદલાયેલો પ્રેમ
આંખો થી હવે કયાં પ્રેમ થાય છે,
આંખો તો હવે બસ ગરદન ની નીચે જ જાય છે.
મનનો મેળાપ ને આત્માનો મેળાપ કયાં હવે થાય છે,
હવે તો માત્ર તનનાં મિલનની લાલસા જ લોકોને થાય છે.
નાત-જાત,રૂપરંગ ને વિસરાવીને હવે કયાં પ્રેમ થાય છે,
હવે તો માત્ર પૈસા અને રૂપને જ જોઈને પ્રેમ થાય છે.
- ઈશા કંથારીયા