તારો હાથ અને મારા સાથની એક હોડી બનાવીએ,
સ્નેહના સાગરમાં સંગ મળીને એને તરાવીએ.
સંગાથ, પ્રેમ અને સમર્પણ એમાં લખલૂટ ભરાવીએ,
તારા હૈયાની હોડી,
મારી હામનું હલેસુ હલાવીએ.
હોડીમાં બેસી આપણે બેઉ સાથે એને ચલાવીએ.
વેદના, વિયોગના આવતા સઘળા તોફાનો હટાવીએ,
આનંદની છોળો ઉડાડતા સરરર સરકાવીએ.