હોઠની ખામોશી હઝારો ભેદ ભરી દેતી,
હૈયા ભરી પ્રીતની તીરછી નીગહો દેતી.
મળે આંખથી આંખ ગુલઝાર સ્મિત દેતી,
છુપી મોહબતની એ બોલી, જાદૂ ભરી દેતી.
પ્રેમમાં જુબાં પર ઈન્કાર,ને નૈનથી ઈકરાર કરી દેતી,
નૈનોથી નૈનો મળે ને જીગરથી જીગર જ્યાં દેતી.
પછી ઝળહળે જીગર જાન ની પ્રેમ જ્યોતિ
ધીરજ બને સંકટ પ્રકાશી પ્રેમ અમર જ્યોતિ
#જ્યોત