ઠંડા કાળજા થોડો ગરમાવો માંગે છે
એક જ્યોત પ્રગટાવવી જરૂરી છે હવે
મન ની દિવાલે થર પર થર ચઢ્યા છે
એ મેલી ધુળ હટાવવી જરૂરી છે હવે
હું તને શા માટે કહુ, હું ખુદ જ કરુ
તુ પણ કોઈ ને કીધા વિના ખુદ જ કર
પરિવર્તન એ કોઈ અેક ની જવાબદારી નથી
સૌ જાતે જ જવાબદારી લે જરૂરી છે હવે
કોઈ તકલીફ માં હશે તો હું બનતી મદદ કરીશ
ચાર ખરાબ લોકો સાથે હું શા માટે ખરાબ બનુ?
કોઈની અંદર ભલે ના હોય, મારી અંદર તો જીવંત છે
માણસ માં માણસાઈ બચાવવી જરૂરી છે હવે
એક જ્યોત પ્રગટાવવી જરૂરી છે હવે...
#જ્યોત