આપણે ભોળા છીએ...
"અહીં ક્લિક કરો" વાંચીને ક્લિક કરી દઈએ
"આ ફોરવર્ડ કરજો" વાંચીએ એટલે ફોરવર્ડ કરીએ
"મને લાઈક આપો" એટલે લાઈક આપી દઈએ
આ સમાચાર મળ્યા ક્યાંકથી, કે વિડ્યો કેપ્ચર કર્યો
હમણાંજ મોકલી દઉં એટલે લોકો મને એક્સપર્ટ માને
પેલાએ વિડ્યો બનાવ્યો તો આપણે કેમ નહીં,
એને લાઈક મળે તો મને કેમ નહીં
પેલાએ ડીપી બદલી, મેં કેમ નહીં
આ ગેમ રમે છે, હું કેમ નહીં
અજાણી સ્પર્ધામાં કારણ વગર ઉતરી જઈએ છીએ.
એટલે ક્યારેક આપણે રિપોર્ટર, ક્યારેક એકટર બનીએ
ક્યારેક ડાન્સર કયારેક ગાયક, ક્યારેક મોડલ બનીએ
આપણને જીવનમાં કરવું છે શું ખબર નહીં?
પણ એક વાત નક્કી છે, આ આપણી વિચલિત માનસિકતાનો ફાયદો નવા નવા સોશિયલ મીડિયા લઈને આપણને ગુમરાહ કરવામાં સફળ રહ્યા છે.
આપણે નથી ગાયક બન્યા, નથી ડાન્સર, નથી એકટર
આપણે રોજ મૂર્ખ બન્યા એ પણ આપણી જાણ બહાર.
-મહેન્દ્ર શર્મા 20.07.2020