Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગદીશ ને શ્રદ્ધાજંલી
_________________

બોલવા જાવ છું ને જબાન અટકી જાય છે,લખવા જાવ છું ને આંસુ સરી જાય છે,
પાંચ પાંડવો નો અર્જુન ,ભર્યું ભાદર્યું ઘર કૃષ્ણ અર્પણ કરી જગત છોડી જાય છે.

ઝરમર ઝરમર સદા વરસતો,ભર ચોમાસે વાદળો માં સમાઈ જાય છે,
પત્ની,દીકરા,ભાઈ, ભાભી,કાકા,કાકી હરેક નાં ભીનાં ખુણે થી પૂર આવી જાય છે.

હજી જીંદગી ઘણી બાકી હતી છતાં મમ્મી ( રંજનબેન) પપ્પા(મનસુખભાઈ) ને સાચવવા ચાલ્યો જાય છે,
નાનો નથી એટલો કે રીસાઇ ને મમ્મી ના ખોળે સૂઈ જાય છે

અગ્નિ ની સાક્ષી એ દીધા હતા વચન સાથ રહેવા નાં અને તું છેડો ફાડી જાય છે,
તારા મણકા ગણતી ગણતી શિલ્પા તુજ યાદો ની જ્યોત માં સળગી જાય છે.

દુનિયા આખી બંધન માં કેદ છે ને તું પાંખો ફેલાવી ઉડી જાય છે,
જગત આખું ઇશ ની રાહ જોવે છે અને
' જગદીશ ' ચાલ્યો જાય છે.

Gujarati Poem by Jayvant Bagadia : 111513817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now