નાનકડી ચકલીએ એક એક તણખલું ભેગુ કરી માળો બનાવ્યો હતો,
નાના નાના સુંદર ઈંડા અનેક સપના સાથે સેવ્યા હતા અને ત્રણ સુંદર બચ્ચા જન્મ્યા,
કેટલા જતન કરી એ બચ્ચા મોટા કર્યા, હજી હમણાંજ તો પાંખો ફૂટી અને ઉડતા શીખ્યા હતા, ડાળી થી વધુ આગળ પણ ક્યાં વધ્યા હતા?
બસ થોડી ચૂક રહી ગઈ અને એક બાજ ની નજર અંહી પડી ગઈ
હવે બસ માળો જ છે, એક ખંડેર સમ ભેંકાર માળો!!
#બાજ