સ્થાન વધે ને તાણ વધે,
બનવાની મોકાણ વધે.
ઊંચેથી નિચાણ વધે,
આઘેનું ખેંચાણ વધે.
સમજણ સાથે સાન વધે,
ભૂલો એવું ભાન વધે.
ઇચ્છાઓની કાણ વધે,
વધ્યાનું પ્રમાણ વધે.
આખેઆખું બાન વધે,
ઘરમાં રહી મકાન વધે.
થોડો ઊજળો વાન વધે,
આપી દેવા ધાન વધે.
મોભા સાથે માન વધે,
કયાં કોને, એ જ્ઞાન વધે.
ધીરે ધીરે દાન વધે,
શિરે છેલ્લે કાન વધે...
©લીના પ્રતીશ