Prem_222:
તરંગી આ દુનિયામાં તરંગો નું કઈક ખાસ મહત્ત્વ છે..
જો બેઠો ધ્યાનમાં તો તરંગો વડે મળે એકાગ્રતાની મજા,
જો ધારો તો અંતરધ્યાન થઈ બ્રહ્માંડમાં વિસ્તરવાની મજા,
તરંગી આ દુનિયામાં તરંગો નું કઈક ખાસ મહત્ત્વ છે..
કઈ ને કઈ પામવા માટે આ તરંગી દુનિયા અપનાવો,
દૂર દૂર રહેલા પ્રેમીની પણ કરાવે તરંગ મુલાકાતની મજા,
તરંગી આ દુનિયામાં તરંગો નું કઈક ખાસ મહત્ત્વ છે..
પ્રભુની મુલાકાત કરવા બેઠા વર્ષો થી સંતો ધ્યાનમાં,
એ પણ સફળ બને માત્ર અને માત્ર તરંગોની આ દુનિયામાં,
તરંગી આ દુનિયામાં તરંગો નું કઈક ખાસ મહત્ત્વ છે..
#તરંગી