આજે શુક્રવાર. કોલેજ માં હતા ત્યારે ફિલ્મવાર કહેતા. ફિલ્મ ના સંગીત, ગીત, સ્ટોરી કે અન્ય અન્ય ટેક્નિકલ પાસાઓ વિશે ચર્ચા કરતા. ખોટી કલાકારો વિશે ની ગોસિપ ક્યારેય ગમી નથી . મારા પપ્પા બહુ ઓછી ફિલ્મો જોતા પણ તે કહેતા કે ફિલ્મો માંથી પણ તમે સારી બાબતો ગ્રહણ કરી શકો. તમારે કેવું સ્વીકારવું તે તમારી પ્રકૃતિ કે વિચારો ની વાત છે
દરશુક્રવારે ફિલ્મી પૂર્તિઓ વાંચવાની પણ એક અલગ મજા હતી. એક સમયે ફિલ્મો એ જીવન નો એક ભાગ બની ગઈ હતી. કેટલાક લોકો પાસે ફિલ્મ જોવી કે ફિલ્મ વિશે વાત કરવી એ જાણે ગુનો ગણાય ફિલ્મ એ ફક્ત મનોરંજન નું જ નહી ,મનોમંથન કરવાં માટે પણ ઉપયોગી છે
પર્સનલી કહું તો જીવન ની ઘણી ફાઈટ લડવામાં ફિલ્મો એ બળ પૂરું પાડ્યું છે .આનન્દ, કલ હો ના હો, પ્રેમ તપસ્યા અને ગુજારીશ જેવી કેટલીય ફિલ્મો એ ઍક્સિડન્ટ પછી આવેલી બીમારી સામે લડતા શીખવ્યું તો કેટલાય લોકો ને ' દો રસ્તે,અર્પણ, પ્યાસા સાવન,આશા અવતાર, બાગબન 'જેવી જેવી ફિલ્મો એ મનોરંજન સાથે ફેમીલી પ્રેમ અને સન્માન તેમજ યોગ્ય નિર્ણયો લેવા માં ઉપયોગી થઈ
જ છે
આપણે એવા સમય માં જન્મ લીધો હતો કે જૂની ફિલ્મો ખુબજ સસ્તા દરે રિપીટ થતી અને નવી ફિલ્મો માં અમિતાભ - જીતેન્દ્ર, ૠષિ કપૂર નો યુગ
વર્ષ 2010 થઈ 2020 15% ફિલ્મ ગમી અને ગીતો તો ફકત 5%સુધીની ફિલ્મો જ ગમી એમાંય જોવા બહુ ઓછી મળી છતાંય કેટલીક ઐતિહાસિક તેમજ સસ્પેન્સ ફિલ્મો ખુબજ ગમી
ઈન્ટરનેટ ના જમાનામાં ફિલ્મ રીવ્યુ પણ એક વિશિષ્ટ બાબત બની ગઈ પણ હું પહેલા ફિલ્મ જોવું અને બાદમાં રીવ્યુ જોવાનું
લોકડાઉન માં કેટલાય દિવસ થી ખરીદી રાખેલ આ પુસ્તકો. 'ફિલ્મ ઇન્ડિયા" અને ફિલ્મ સંગીત ના મધુરા વર્ષો " બન્ને પુસ્તકો નો ભરપુર ઉપયોગ કરું છું
નવલકથાઓ ના રીડિંગ વચ્ચે . ખુબજ મનોરંજન સાથે ફિલ્મ વિશેની વાતો કરી હાસ્ય લેખક અશોક દવે જમાવટ કરે છે
- અશોક પટેલ 'આકાશ'