તરંગી છે મન મારુ, સરહદ પર ચાલ્યું જાય છે,
નેતાઓના રાજનૈતિક ઈરાદામાં માર્યું જાય છે.
ખેલ ચાલી રહ્યો છે દેશમાં પક્ષ, વિપક્ષ, સત્તાનો,
દેશનું આ લોકતંત્ર ડુસકા ભરે, એ હાર્યું જાય છે.
બરોબરની આગ લગાવી છે નેતાએ પ્રજા વચ્ચે,
એ ખૂબ ખુશ છે કારણ કે એનું કામ ધાર્યું જાય છે.
જે જે એમને નડ્યા એમને કાયદામાં ફિટ કર્યા છે,
રોજ કાયદાનું વસ્ત્ર એમના હાથે ઉતાર્યું જાય છે.
દેશના ગરીબોની કરી મદદ એમને માત્ર કાગળ પર,
ગરીબોના નામે જ એમનું ઘર ખૂબ ફાલ્યું જાય છે.
મનોજ એમના ડ્રિમ પ્રોજેકટને એક વરસાદે ધોયો,
લગડ ધગડ કામ કરી ને મને ઋણ ઉતાર્યું જાય છે.
મનોજ સંતોકી માનસ
#તરંગી