તરંગી સંબંધોના છૂટાછેડા.....
---------------------------------------------
તરંગી સબંધોના આકાશે શું ઇન્દ્રધનુષ થાય,
વાદળ વરસે નહિ છતાં લીલો દુકાળ સર્જાય.
સામાજિક તાતણે એકમેકના સબંધો ખર્ચાય,
સંસાર સામે હાફતા, હારતા સબંધો વિખેરાય.
એક મેક વગર ચાલે નહિ નાજુક દોરી બંધાય,
પછી, સળગતા ચૂલામાં આગનું ફૂંકણું ફુંકાય.
કોર્ટ કચેરી ધક્કે ચઢે, પછી પગથિયાં ઘસાય,
દીઠે ના જોવા ગમે પરસ્પર જીવતર ધોવાય.
વાતમાં કઈ ખાસ નોતું તો કેમ આવું થાય?
અમથી વાતમાં તો કઈ ભવ ના બગાડાય !!!
#તરંગી