Gujarati Quote in Blog by Prem_222

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

Pert 02

હવે મને સમજાયું કે મેં જીવનના મહત્વના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન નહોતું આપ્યું. મેં વિચાર્યું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં જો હું આટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છું, તો સામન્ય લોકો કે જેઓ કાનૂની/આર્થિક દસ્તાવેજોની આંટીઘૂંટી સમજી નથી શકતા, તેઓનું આવી પરિસ્થિતિમાં શું થતું હશે?

હવે મને વસિયતનામાનું મહત્વ સમજાય છે. થોડા મહિના પહેલાં જો કોઈએ મને વસિયતનામું બનાવવાનું કહ્યું હોત તો મેં વાત હળવાશથી લીધી હોત, પણ હવે જિંદગી બદલાઈ ગઈ છે.

તો, આપણા જતાં પહેલાં થોડીક દસ્તાવેજી બાબતો નું યોગ્ય આયોજન કર્યું હશે, તો કમસેકમ દુઃખના સમયે એમનું હૈયું ચિંતામુક્ત તો હશે.*

*૧. તમારા તમામ નામાંકનને Nomination તપાસો...*કોઈ નોમીના અવસાન બાદ પણ નામાંકન બદલવવાનું આપણને યાદ નથી આવતું. ઘણાં લોકોના સેલરી એકાઉન્ટમાં કોઈના નામે નામાંકન જ નથી હોતું. તેથી, મહેરબાની કરીને તમારા તમામ નામાંકનને તપાસો:
- બેંક ખાતાં
- ફિક્સ્ડ ડિપોઝીટ, NSC
- બેંક લોકર
- ડીમેટ એકાઉન્ટ
- વીમો (જીવન, મેડિકલ, બાઈક અથવા કાર અથવા અન્ય કોઈ સંપત્તિ પરનો વીમો)
- રોકાણો
- પીએફ, પેન્શન ફોર્મ, વગેરે.

*૨. પાસવર્ડ્સ..*
આપણી પાસે દરેક વસ્તુ માટે પાસવર્ડ્સ છે: ઈ-મેઈલ એકાઉન્ટ્સ, બેંક એકાઉન્ટ્સ, તમે જે લેપટોપ ઉપયોગ કરો છો તેના માટે પણ. જ્યારે તમારા પ્રિયજનો તમારી અનુપસ્થિતિમાં આ પાસવર્ડ્સ ન મેળવી શકે, તો કેવી સમસ્યા ઊભી થાય છે, તે તમે મારા અનુભવ પરથી શીખ્યા હશો. તેથી તમારા તમામ પાસવર્ડ્સ તમારી અનુપસ્થિતિમાં તમારા પ્રિયજનને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો.

*૩. રોકાણો*
દર વર્ષે ટેક્સ બચાવવાના હેતુથી અને/અથવા કોઈ અન્ય નાણાંકીય લક્ષ્ય માટે આપણે રોકાણો કરીએ છીએ. શું તમે તેના વિશે એક એક્સેલ શીટ જાળવી છે? શું એ એક્સેલ શીટ તમારી અનુપસ્થિતિમાં તમારા પ્રિયજન મેળવી શકશે? એ એક્સેલ શીટ પણ પાસવર્ડથી સુરક્ષિત હોય, તો ફરીથી પાસવર્ડ્સનું વસિયતનામું પોતાનું મહત્વ સાબિત કરે છે!
તમારા તમામ રોકાણ તમે જે આર્થિક સલાહકારની મદદથી કર્યાં છે, એમનાં સંપર્ક સૂત્રો તમારા પરિવારને ખબર હોવી જોઈએ. શ્રેષ્ઠ તો એ જ રહે કે, તમે જ્યારે પણ તમારા આર્થિક સલાહકાર મળો, ત્યારે તમારા જીવનસાથીને પણ સાથે રાખો, જેથી તેઓ પણ સંપૂર્ણ પ્રક્રિયાના એક ભાગ બને.

*૪. વસિયતનામું બનાવો*
જી હા, આજે જ વસિયતનામું બનાવો. તમે આ સલાહ હસવામાં લેશો. ઘણાં ઓછા દસ્તાવેજોથી મારું બધું કામ પાર પડત.

*૫. દેવું*
જ્યારે તમે લોન લો છો..પછી એ હોમલોન હોય કે કારલોન, બધી જ "આમ થયું તો?/what if" સંભાવનાઓ તપાસો...જેમ કે, "જો આવતીકાલે હું ન હોઉં તો?"; "જો મારી નોકરી જતી રહે તો?" અથવા "જો બેમાંથી એક જણની આવક બંધ થઈ જાય તો?"
જો આવું કંઈ પણ થાય તો..શું તમે EMI ચૂકવી શકશો? બીજું કંઈ નહિ તો લોનની રકમ પર વીમો લો, જેથી તમારી અનુપસ્થિતિમાં તમારા પરિવારને ઘર જેવી મૂળભૂત બાબતે ચિંતા કરવાની જરૂર ન રહે.

તમારા પ્રિયજનને તમારા ગયા પછી ઓછામાં ઓછી તકલીફ પડે.

યાદ રાખજો, કે *આપણને કોઈને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. પણ એક સૂત્ર ગળે બાંધવા જેવું છે: જીવનની દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો."*

*જીવનને ક્યારેય taken for granted ન લો. તમારા પ્રિયજનોની કાળજી માટે જરૂરી દસ્તાવેજો (વસિયતનામું, નામાંકન, વગેરે) ની નિયમિત જાળવણી કરો.*

*આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો અને અમલમાં મુકવો જ જોઈએ એવો મારો અભિપ્રાય છે..

#સહેલું

Gujarati Blog by Prem_222 : 111511723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now