વાસ્તુ પ્રસંગે નવું ઘર માતા પિતા ને
_________________________
અર્પણ
______
જીવન આખી ચાલ્યો તમ સાથે, આંગળી પકડી ને દોડ્યો છું
આજ પત્ની નાં સથવારે ,જગત નો દરીયો ખેડતો બોલ્યો છું,
શ્રવણ બનવા ની મુજ ને હોંશ ઘણી, પણ કાવડ ઉચકવા ની હામ નથી,
જગ આખું ફરી તમ માટે આ ઘર મંદિર લઈ આવ્યો છું,
આ મંદિર માં તમને બેસાડી , આપનો પૂજારી બનવા માંગુ છું,
ઉંડા ઉંડા મૂળીયા તમારા ને હું પાંખો ફેલાવું છું,
રામ કહો કે કહો મહાવીર, મુજ ને કોઈ આદર્શ વ્યક્તિ નું જ્ઞાન નથી,
હું સદા આપનો બાળક છું, ને દીકરો બની ને આવ્યો છું,
આજ મુજ જીવન માં જે સુખ ને સ્વાદ છે, કીર્તિ અને કલદાર છે
જીવન ની હરેક પળ માટે હું સદા આપનો આભારી છું.