એક બહાનું આપીશ ?
એક બહાનું આપીશ ?
આપી શકે તો
છેક સુધી સંગાથ આપીશ ?
સમણાનું સરનામુંઆપીશ ?
નામે તુ ટપાલ આપીશ ?
સાદ પાડું તને
આવકાર આવીશ ?
રૂડું લાગે રે સમણું
સમણાની મુલાકાત આપુ
કહે તો સંગાથ આપુ
સમણાં કેરી વાત આપું
આપુ રે સમણાં માં સમણું
છેક લાગી સાથ આપુ
સરનામું તારું જો મળે
હર દિ ટપાલ આપુ
સાદ પાડે જો તું
મીઠો આવકાર આપુ.