ધરતી નુ પણ એક સપનું હતુ,
લીલી સુંદર સાડી પહેરીને, એને પણ મહાલવુ હતુ,
પોતાના સંતાનોને એકબીજા સાથે હળીમળીને રહેતા જોવા હતા,
પોતાની પ્રિય વર્ષા સાથે માપમાંજ સંતાકૂકડી રમવી હતી,
અખંડ રહીને દરિયા કાંઠે રમવું હતુ,
ઉંચા પહાડ અને ઘનઘોર જંગલ જોઇ મલકવુ હતુ,
અફસોસ
ધરતી નું પણ એક સપનું હતુ, બસ સપનું જ હતુ
#ધરતીનું