ગ્રીષ્મમાં.........
પ્રકૃતિપ્રેમી કવિઓ તો, લખે છે ગ્રીષ્મમાં,
ધગતી બપોરમાં સૌંદર્ય, દેખે છે ગ્રીષ્મમાં.
જોવા ન મળે વાદળ કે ન મળે ચાંદ તોયે,
રૂ જેવી એકાદ વાદળી એ, શોધે છે ગ્રીષ્મમાં.
ક્યારેક પવનની શીત લહેરો મન શાંત કરે,
ત્યારે કુદરતને પણ દાદ, આપે છે ગ્રીષ્મમાં.
રૌદ્રરૂપ ઝીલતી એ ઊનાળાની બપોરમાં,
વૈશાખી વાયરા સત્તા, સ્થાપે છે ગ્રીષ્મમાં.
ધગધગતો એ અગનગોળા જેવો સૂરજ,
ઊકળાટનું મોજુ ધરતી પર, ફેકે છે ગ્રીષ્મમાં.
આરતી ભાડેશીયા
#ધરતીનું