#मिट्टीकी
માટી, માટીમાં ભળવા
માટી બની રહી છે!
પણ ત્યાં માટી રહી છે ખરા?
ઘણા આકારો ધારણ કરી,
આખરે ઢગલો થઈ ગઈ છે.
અને એટલે માટી જો ભળવા
જાય, તો માટી માટી થઈ જશે!
પછી એ માટી માથે લગાવો,કે
છેડે બાંધો; એ ખરતી જશે.
અને એક દિવસ, ફરી પાછી
માટીમાં મળીને ટીપાઈને,
થપાઈને, માટીની જેમ ઘડાઈને,
રાખ બની, ઊડીને પાછી
માટીનું રુપ ધારણ કરશે.
એ પછી પણ જો એ માટીના
ઢગલામાં કોઈ છાપ રહી ગઈ હોઈ:
તો સમજી લે જે માટીને
હજુ નવી બનતા નથી આવડ્યું...
©લીના પ્રતીશ