મહાભારતનો રસપ્રદ સંવાદ :-
યક્ષરાજ : મૃત્યુ શું છે ?
યુધિષ્ઠિર : ઋગવેદના એક કથન પ્રમાણે પરમાત્માના મનમાં સૃષ્ટિના સર્જનની ઈચ્છા જન્મી. આ ઈચ્છાની કિરણો ચારેય કોર ફેલાઈ અને ચાર દિશા બની. અનેક જીવો જનમ્યા. જો જન્મ પરમાત્માના મનમાં થયેલો હોય તો મૃત્યુ પણ એ પરમાત્માના મનમાં જ થઈ શકે. જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા છે ત્યાં સુધી કોઈ પણ જીવનું મૃત્યુ શક્ય નથી. એટલે મૃત્યુ એ આપણો ભ્રમ છે. વાસ્તવમાં મૃત્યુ બે પ્રવાસીઓ વચ્ચે આવતી દૂરી જ છે. પ્રેમ અને મોહથી બંધાયેલો મનુષ્ય આ દૂરીને જ મૃત્યુ સમજે છે.
#મૃત