તમારી ખુશી અને દુઃખ હંમેશા બીજાના પર જ આધાર રાખતા હોય છે.. આને આવું કર્યું એટલે દુઃખ થયું.. આને આવું ના કર્યું એટલે દુઃખ થયું.. કદી એવું નથી થયું કે મેં આવું કર્યું મારી જાત જોડે એટલે મને દુઃખ થયું.. તો બીજા વ્યક્તિને આપણને દુઃખ પહોંચાડવાનો હક કેમ આપ્યો છે? આપણો મૂડ ઑફ કરવાનો અને દુઃખ પહોંચાડવાનો હક માત્ર આપણને જ છે.. એટલે જ આપણે આપણી જાતને ટ્રીટ આપી. મન ગમતું કરી ખુશ રાખવી જોઈએ.. આપણી ખુશી અને દુઃખનો આધાર માત્ર આપણા પર જ હોવો જોઈએ, બીજા પર નહીં..