તારા અરમાનો બાળી દિધા, તે શાકના વઘારમાં
જાત શેકી દીધી, ધીમા શેકે, તે રોટલીના લોટમાં
દિવસ ઊભરાથી શરૂ થાય, ચા-દૂધના ઉફાણમાં
તોય વર્તન નરમ રાખી છલકાવે પ્રેમ વાત્સલ્યના
હંમેશા નુકસાન કરતી રહી, પોતાની ઈચ્છાઓના
કાયમ સપના જ સેવતી રહી ચાર ધામ પ્રવાસના
નાનકડી વાતમાં તો કેટલું બોલ્યા પપ્પા ગુસ્સામાં
તેણે આંખ છલકવાં ના દીધી પરિવારની ચિંતામાં
નિઃસ્વાર્થ સદા ઘસાતી રહી, ઘરકામની લાયમાં
માં ! હવે તો બસ, થોડું જીવલે પોતાના ગીતમાં
કેટ કેટલું કરીશ અમારા માટે બાકી કશું રાખ્યુંના
હવે થોડો આરામ કર, પગ દાબાવું તારા થાકના
#નુકસાન