Gujarati Quote in Poem by Artee Bakshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંગત
નથી આ ખોટું તો શા કાજે હું એ રોકુ
અલીરી તું એકજ છે સમજી શકે નોખુ
અધીરી બેઠીતી હું જોતી તારી વાટ
સખીરી મારે કહેવી અંગત છાની વાત
સલોણું દિલડું ખોલું સંગત તારી સાથ-
જરી મેં વાદળ ને દીધો તો આડો હાથ
પલળવુંતું મારા મોંઘા વરસાદી સાથ
પછી લાગ ન આવે એમ ઝર્યુ મારું આભ
રહી રીત અલગ નવીન ભીંજ્યુ ગમતું લાખ
ખરેખર લોભાઈતી રોકી રાખું આજ-
કસુંબલ મિજાજ સાથે આગળ વધતી વાત
રતુંબલ પ્રેમે જ્યારે રંગી મારી જાત
નજારો જોયો નમણી નાગર વેલે ફૂલ
ખુશ્બુએ ખૂલી ખીલ્યા લજામણી ને ફૂલ
ખરેખર લોભાઈતી રોકી રાખું આજ-
આરતી બક્ષી.

Gujarati Poem by Artee Bakshi : 111505369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now