હું ચાહું છું...
મારા એકાંત ને
જે મને તારી યાદો થી સરભર રાખે છે...💕
હું ચાહું છું....
મારા સ્વપ્નો ને
જે તારી સાથે મિલન કરાવે છે.....💕
હું ચાહું છું.....
આપણા સમય ને
જે મેં તારી સાથે વિતાવ્યો છે....💕
હું ચાહું છું....
એ બધા સવાલો ને
જે નો જવાબ માત્ર તું જ છે...💕
હું ચાહું છું.....
મારા જ દિલ ને
જેમાં ફક્ત તું જ સમાયેલો છે...💕
હું ચાહું છું....
મારા એ નિર્ણય ને
જેના થી હું તારી સાથે બંધાયો છું...💕