ગીતા ૨-૩
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥
કુષ્ણ અહિં અર્જુન ને નપુંસકતા પ્રાપ્ત ન કરવાનું કહે છે કારણકે યુદ્ધ સમયે હથિયારો મુકવા એ નપુંસકતા ની નિશાની છે. પણ એણે તેમને નપુંસક જ કેમ કહ્યો ?, નિરાશ,કાયર,પલાયનવાદી પણ કહી શકત.કારણકે કુષ્ણ એ પહેલો ઘા અહં પર કર્યો છે પણ અર્જુન જેવો જિદ્દી એ ઘા ખમી ગયો માટે હવે કુષ્ણ એ તેની અંદર, વધારે ઉન્ડો ઘા કર્યો અને એ ઘા હતો નપુંસકતા નો. પુરુષ ગમે તે ઘા સહન કરી શકે છે પણ જ્યારે ઘા તેના પુરુષત્વ પર થાય ત્યારે તે હલબલી જાય છે.કુષ્ણ કહે છે કે આ સમયે નપુંસકતા તને સારી નથી લાગતી અને હ્ર્દય ની દુર્બળતા ને દુર કરી યુદ્ધ કર. ખરેખર જોવા જઈએ તો હ્ર્દય તો એક અંગ જ છે એનામાં ભાવ નો સમાવેશ નથી હોતો પણ જ્યારે આપણે સંશય મા પડી જાય ત્યારે એનો ભાર,વિચારો નો વેગ આપણું દિમાગ સહન નથી કરી શકતું પછી લોહી નો વેગ મગજને વધારે પહોંચાડવામાં હ્દય ને વધારે કામ માથે લેવું પડે છે માટે તેમના પર ભાર પડે છે....આ જ સ્થિતિ ને કુષ્ણ હ્દય ની દુર્બળતા કહે છે અને અર્જુન ને 'આ કે પહેલું' જેવી સ્થિતિ માથી નિકળી યુદ્ધ માટે તૈયાર કરે છે.