Gujarati Quote in Story by Ramesh Parmar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનકડો પરિવાર એક ચાલીમાં રહે છે પરિવારમા પતિ-પત્ની અને ત્રણ બાળકો રહે છે પરિવારનો મુખ્ય સભ્ય જગદીશ મિલ મજૂર છે જગદીશને બે દીકરી અને એક દીકરો છે.તેની પત્ની જશોદા ખૂબ જ સરસ અને મળતાવડા સ્વભાવની છે .પણ જગદીશને પીવાની બરાબ ટેવ પડી ગઇ છે.સ્વભાવે તો જગદીશ પણ સારો છે પણ તેની આ લત ના કારણે તેની આર્થિક સ્થિતિ બગડતી જાય છે.તે તેના પરિવાર પ્રત્યે બેદરકાર બનતો જાય છે.એના કારણે જશોદા પણ ચિંતિત રહ્યા કરે છે.નાનુ મોટ કામ કરીને તેના બાળકોનુ ભરણપોષણ કરે છે.એક દિવસ અચાનક જ જશોદા ચકકર ખાઇને બેભાન થઇ જાય છે.દવાખાને જઇને રિપોર્ટ કરાવે છે તો ખબર પડે છે કે તેને બ્રેઇન ટ્યુમર છે.તેની તો પગ તળેથી જમીન ખસી જાય એવી હાલત થઇ ગઇ છે.એકબાજુ તેનો દારુડિયો પતિ ,ઘરની બગડતી આર્થિક સ્થિતિ અને ઉપરથી તેની બીમારી.હવે તો તેની દવાઓનો ખર્ચ પણ વધતો જતો હતો.તેની એક દીકરી તો સાસરે હતી અને બીજી હજુ તો દશમા ધોરણમા ભણે છે.દીકરો તેના કરતાં બે વર્ષ નાનો.હવે તો જશોદાની તબિયત એકદમ બગડી હતી તે પથારીવશ થઇ ગઇ હતી.તેનો પતિ તેના પ્રત્યે બેદરકાર હતો.એક દિવસ જશોદાનુ મૄત્યુ થાય છે.હવ નાની દીકરી હેતલના માથે ઘર સંભાળવાની જવાબદારી આવી પડે છે.તેણે ભણવાનુ છોડીને નોકરી ચાલુ કરી.તેના બેદરકાર બાપ ને સંભાળવાનો અને નાનો ભાઇ.જગદીશની પીવાની લતના કારણે તેની પણ કીડની ફેઇલ થઇ જાય છે. પૈસાના અભાવે તે પણ આ દુનિયાથી અલવિદા થઇ જાય છે.નાનકડી હેતલ અને એનો ભાઇ હવે એકદમ નિરાધાર થઇ જાય છે.કુદરત પણ જાણે માણસને બેદરકારી સાથેનુ જીવન જીવવા માટે લાચાર કરી દે છે.

Gujarati Story by Ramesh Parmar : 111503647
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now