Gujarati Quote in Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જ જવાબદારી
==================================
(૩)
આજકાલ ઘણાં બાળકોમાં તામસ ગુણ વધતો જાય છે.નાની નાની વાતમાં પણ તે ગુસ્સે થઈ જાય છે,ખાસ કરીને યુવાનો. આ બાબતને લઈને આપણે તેના પર ખીજાવા કરતાં તપાસ કરીએ કે શાથી આવું બન્યું? ઘણાં બધા જવાબો આપણી જ ઊણપનાં મળશે.સાથે બીજી વાત એ કે તેને સીધી મગજમાં અસર કરે તેવા વ્યક્તિગત કે ભૌતિક કેટલાં અને કેવાં સંપર્ક છે. શું તે શોરબકોર વાળું સંગીત સાંભળે છે? શું તેના મિત્ર વર્તુળમાં ઘણાં-ખરાં તામસ સ્વભાવના છે? શું તેનું વાંચન તે પ્રકારનું છે કે પછી એકલતામાં મોબાઇલનો ઉપયોગ કંઈ જુદી જ રીતે...!?
...કે પછી આપણે જ તેની સાથે નાની નાની વાતમાં ઉતારી પાડતા હોઈએ અથવા તેને લડતા હોય એવું તો નથી ને!! આ સિવાયના પણ કારણો હોઈ શકે.
દરેક માં બાપ એટલો વિચાર તો જરુર કરે કે તામસ સ્વભાવના કારણે જો કોઈ દિવસ તે બહાર કોઈની સાથે લડીને ખરાબ પરિણામ કે પરિસ્થિતિ નોતરશે તો?-- મોડું ન થઈ જાય, આ વાતને સ્હેજ પણ સહજતાથી ન લેવા નમ્ર વિનંતી.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111501132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now