¤(જરુરી) સંતુલન ¤
સંતુલન તો શિક્ષણ અને સંસ્કારમા પણ આજે
જોવા મળતું નથી, જ્યાં શિક્ષણ છે ત્યાં પણ ક્યારેક
સંસ્કારની ખાસ્સી ઉણપ વર્તાય છે, વડીલોના કે અગાઉ થઈ ગયેલાં ભક્તોની સમજણ ભરેલી શીખમાં
પણ પોતાને બંધ બેસતી પાઘડી પહેરનારા મળી રહે છે પેલી કહેવત અનુસાર કે *ખૂદણું ખણહાય *,હાસ્ય -રસમાં આપેલી સમજણ પણ કેચ અપ ના કરી શકે
એવું સંસ્કાર વિનાનું શિક્ષણ ઘણી જગ્યાએ જોવા
મળે છે,
આજના નવિનતમ સંસાધનોમાં ખૂંપી ગયેલા
માણસને શિક્ષણ અને સંસ્કારના સંતુલનનું ભાન જ રહ્યું નથી, અશિક્ષિતની વાત છોડો શિક્ષિત પણ દૂધ -
માંથી પોરા કાઢવામાં જ જવાની વ્યતીત કરી દે છે,
શિક્ષણ અને સંસ્કારમાં જો સંતુલન જળવાઈ
નહીં રહે તો એ નવાં જનરેશન માટે નિઃશંક ઘાતક
સાબિત થઈ શકે છે,,
¤ જગદીશ ગજ્જર ¤
#સંતુલન