Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અહર્નિશ*
☯️🧿☯️🧿☯️
જીંદગી એક પ્રહર અહર્નિશ,
ફર્યા કરે નિરંતર જરા તો ઠહેર...!

ઉપર નીચે,
આજુબાજુ,
આગળ પાછળ,
ના અર્થ સરે ના જીવન સરે,
ફર્યા કરે સતત બનીને
નરમ કહેર...!

અહીંથી તહીં અલગારી રખડપટ્ટી,
ના ભાન ,ના સભાન
જાણે સપાટ ફૂટપટ્ટી,
જીવન લાગે છે ઝહેર...!

સમયને કરીએ આહ્વાન,
અહર્નિશ કરીશું પ્રભુનું ગાન,
હવે તો તુ લગાવ લગામ,
ફરીએ ના શહેર શહેર....!
હવે તો ઠહેર...!
☯️🧿☯️🧿☯️
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111500004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now