*વેદના*
🌸🌸🌸🌸🌸
ઉઝરડા પડે નહોરના
તો દેખાય લોહીના લસરકા,
વેદનાના આવેગે આવેલા લોહીના ટસીંયાંના ના દેખાય
ઘસરકાં...!
લીસ્સી લાગણીઓ તો
વહી જાય સહેજ હેતની હેલી પર,
પણ
વેદના એ તો મુંઇ મુંગી
છેતરાઇ જ જાય
કાયમ
છેતરામણી વાણી પર...!
વાણી અને વેદનાને
છેતરામણો નાતો,
સહેજ પ્રેમ ને ભીની લાગણીએ ઘડીકમાં ઉઘડી જાતો...!
વાણીની વાવણીથી
થતો વેદનાનો ખુલ્લેઆમ વહેપાર,
આ રીતે જ થશે
શું વેદનાનો વાચા થકી થતો ભવપાર...?!
બિચારી વેદના ક્યારેક
સાચ્ચી ના વંચાય,
હંમેશા ભોગવતી રહેશે વાણીની આ અંચાઈ ...?!
🌸🌸🌸🌸🌸
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*