👑💃🌹💃👑
મૌનની મહેલાતથી લખું કે પછી
મનની મહેનતથી લખું...!?
એ વ્હાલમ,
બોલને...!
હું કેવી રીતે લખું...?!
હું હેમખેમ છું એમ લખું કે પછી આ બધો જ મનનો વહેમ છે
એમ લખું...!?
તારા રહેમોકરમ પર છું
એમ લખું કે પછી
મારા ફુટલા કરમ છે એમ લખું...!?
જરાક અમથાં ય
તારા વિચારે લખવા બેસુંને કે તરતજ
ફરી વળતું જોરદાર એક લખલખુ...!
તારા વ્હાલસોયા વ્હાલપ પર લખું કે
તારા લડાયેલા લાડ પર લખું...!?
તારા આવવાના સગડે
હું તો આખેઆખી ઝગમગુ...!
તારા દિધેલ મોરપિચ્છને ગાલે લગાવી બેઠી છું ,
તારા સ્પર્શની અનુભૂતિ એ
મુઢ બની બેઠી છું ,
સોળે શણગાર સજી બેઠી છું,
રાહ પર આંખો જમાવી બેઠી છું...!
કાગળ પર કલમ ઉપાડી બેઠી છું.
શું લખું...?!
બહુજ 'મિસ' કરું છું,
વ્હાલમ ,
આવો ને...!
આ મેહુલીયાની રંગતમાં તમે જ સાંભરો....!
વ્હાલમ,
આવો ને...!
😍💃👑💃😍
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*