*ઈચ્છા/ઈચ્છાઓ*
🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈
રાખો મનની વાત મનમાં,
કાઢો ફાકો ને સમજો
વાત શાનમાં...!
લોકોની રહેમ રાહ પર જીંદગી જીવતા
વાર નથી લાગતી,
મનની મનમાં જ રહી જતાં વાર નથી લાગતી...!
દુનિયાદારી નિભાવવાના દેખાડામાં માહેર છે
લોકો,
બેઈજ્જતી કરવાનાનો લગીરે ય જવા દેતા નથી મોકો...!
રાખ તારી ઈચ્છાઓના ઘોડા પર જરીક લગામ,
નહીતર ઉઠ,ઊભો થા ને તારુ આખરી શસ્ત્ર ઉગામ...!
ભર તારા હૈયામાં ઈચ્છાપૂર્તિની ઉમંગ,
લઈને તારા અરમાનોનું શસ્ત્ર
બની જા તું દબંગ....!
🔻🏳️🌈🔻🏳️🌈🔻
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*