પૂર્ણતાનું પ્રતિક ગણાય છે ગુરુ.
સમજણ થકી સમજાય છે ગુરુ.
હોય છે સાવ નજદીક એ ઈશની,
તોયે માનવવ્યવહારે હોય છે ગુરુ.
સ્વીકારે છે જવાબદારી શિષ્યની,
તેથી સૌથી સવાયા થાય છે ગુરુ.
ટાળી તમસ જ્ઞાનદીપ પ્રગટાવતા,
ઈશથી અધિક ગણાવાય છે ગુરુ.
ચીંધી રાહને પ્રવેગિત જે કરનારા,
એટલે જ સર્વત્ર પૂજાય છે ગુરુ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.